عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 110]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 110]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ તેમના પર કોઈ વાત અથવા કોઈ કાર્ય વડે જુઠાણું બાંધે, તો આખિરતમાં તેનું ઠેકાણું જહન્નમ છે; કારણકે આ તેના તે કાર્યનો બદલો હશે જે તેણે નબી ﷺ તરફથી જૂઠી વાત નકલ કરી.