+ -

عن أَنَسَ بْنَ مَالِكٍ رضي الله عنه قال:
بينما نحن جلوس مع النبي صلى الله عليه وسلم في المسجد دخل رجل على جمل، فأناخه في المسجد ثم عقله، ثم قال لهم: أيكم محمد؟ والنبي صلى الله عليه وسلم متكئ بين ظهرانيهم، فقلنا: هذا الرجل الأبيض المتكئ. فقال له الرجل: يا ابن عبد المطلب فقال له النبي صلى الله عليه وسلم: «قد أجبتك». فقال الرجل للنبي صلى الله عليه وسلم: إني سائلك فمشدد عليك في المسألة، فلا تجد علي في نفسك؟ فقال: «سل عما بدا لك» فقال: أسألك بربك ورب من قبلك، آلله أرسلك إلى الناس كلهم؟ فقال: «اللهم نعم». قال: أنشدك بالله، آلله أمرك أن نصلي الصلوات الخمس في اليوم والليلة؟ قال: «اللهم نعم». قال: أنشدك بالله، آلله أمرك أن نصوم هذا الشهر من السنة؟ قال: «اللهم نعم». قال: أنشدك بالله، آلله أمرك أن تأخذ هذه الصدقة من أغنيائنا فتقسمها على فقرائنا؟ فقال النبي صلى الله عليه وسلم: «اللهم نعم». فقال الرجل: آمنت بما جئت به، وأنا رسول من ورائي من قومي، وأنا ضمام بن ثعلبة أخو بني سعد بن بكر.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 63]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
એકવાર અમે આપ ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એટલામાં જ એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈ આવ્યો અને ઊંટને મસ્જિદમાં બેસાડી બાંધી દીધું, પછી સવાલ કરવા લાગ્યો કે (ભાઈઓ) તમારા માંથી મોહમ્મદ (ﷺ) કોણ છે? આપ ﷺ એ તે સમયે લોકો વચ્ચે ટેકો આપી બેઠા હતા, અમે કહ્યું કે આ સફેદ રંગના વડીલ જે ટેકો આપી બેઠા છે, તે મુહમ્મદ (ﷺ) છે, તે વ્યક્તિએ આપ ﷺ ને કહ્યું: હે અબ્દુલ્ મુત્તલિબના દીકરા ! આપ ﷺ એ કહ્યું: «હા, કહો હું તમારી વાત સાંભળી રહ્યો છું», તેણે કહ્યું: હું દીન બાબતે કેટલીક વાતો વિશે પૂછવા માંગુ છું, અને થોડુંક સખતી સાથે પણ સવાલ કરીશ તમે ખોટું તો નહીં લગાડો? આપ ﷺ એ કહ્યું: «ના, પૂછો તમે શું પૂછવા માંગો છો», તેણે કહ્યું: હું તમારા પાલનહાર અને તમારા કરતા પહેલાના લોકોના પાલનહારની કસમ આપી પૂછું છું કે શું તમને અલ્લાહ તઆલા એ દુનિયાના દરેક લોકો માટે રસૂલ (પયગંબર) બનાવી મોકલ્યા છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તેણે કહ્યું: યા મારા અલ્લાહ ! પછી તેણે કહ્યું: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ એ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», પછી તેણે સવાલ કર્યો કે હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ તઆલા એ વર્ષમાં એક મહિનાના રોઝા રાખવાનો આદેશ આપ્યો છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તેણે કહ્યું: હું આપને અલ્લાહની કસમ આપી સવાલ કરી રહ્યો છું કે શું અલ્લાહએ આ પણ આદેશ આપ્યો છે કે તમારા માંથી માલદારો પાસે ઝકાત લઈ તમારા ગરીબ લોકોમાં વહેંચી દેવામાં આવે? નબી ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તે વ્યક્તિએ કહ્યું: હવે જે આદેશો તમે અલ્લાહ પાસેથી લાવ્યા છો હું તેના પર ઈમાન લાવું છું, અને હું મારી કોમ તરફથી પ્રતિનિધિ બનાવી મોકલવામાં આવ્યો છું, મારું નામ ઝિમામ બિન ષઅલબા છે, હું સઅદ બિન બકરના ખાનદાનો વ્યક્તિ છું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 63]

સમજુતી

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે: અમે આપ ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈ આવ્યો, તે ઊંટ પરથી ઉતર્યો અને તેણે ઊંટને બેસાડી બાંધી દીધું, પછી તેણે સવાલ કર્યો: તમારી વચ્ચે મોહમ્મદ (ﷺ) કોણ છે? આપ ﷺ જૂથ વચ્ચે ટેકો આપી બેઠા હતા, અમે કહ્યું: આ સફેદ વડીલ જે ટેકો આપી બેઠા છે, તે મોહમ્મદ (ﷺ) છે, તે વ્યક્તિએ કહ્યું: હે અબ્દુલ્ મુત્તલિબના દીકરા !, આપ ﷺ એ કહ્યું: તમારી વાત હું સાંભળી રહ્યો છું, પૂછો તમારા સવાલનો હું તમારા જવાબ આપીશ. તે વ્યક્તિએ કહ્યું: હું દીન બાબતે કેટલીક વાતો વિશે પૂછવા માંગુ છું, અને થોડુંક સખતી સાથે પણ સવાલ કરીશ તમે ખોટું તો નહીં લગાડો? અર્થાત્: તમે મારા પર ગુસ્સે તો નહીં થાવ અને ન તો તમે પોતાનું દિલ તંગ કરશો, આપ ﷺ એ કહ્યું: તમે જે સવાલ પૂછતાં માંગતા હોય, પૂછો, તેણે કહ્યું: હું તમારા પાલનહાર અને તમારા કરતા પહેલાના લોકોના પાલનહારની કસમ આપી પૂછું રહ્યો છું કે શું તમને અલ્લાહ તઆલા એ દુનિયાના દરેક લોકો માટે રસૂલ (પયગંબર) બનાવી મોકલ્યા છે? આપ ﷺએ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, નબી ﷺ એ પોતાની વાતની સત્યતા માટે અલ્લાહને ગવાહ બનાવી કહ્યું, પછી તેણે કહ્યું: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું, અર્થાત્ અલ્લાહનો વાસ્તો આપી, કે શું અલ્લાહએ દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે? અને તે પાંચ વખતની ફર્ઝ નમાઝ, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, પછી તેણે સવાલ કર્યો: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ તઆલાએ વર્ષમાં એક મહિનાના રોઝા રાખવાનો આદેશ આપ્યો છે? અર્થાત્: રમઝાનના મહિનાના રોઝા, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, તેણે કહ્યું: હું આપને અલ્લાહની કસમ આપી સવાલ કરી રહ્યો છું કે શું અલ્લાહ આ પણ આદેશ આપ્યો છે કે તમારા માંથી માલદારો પાસે ઝકાત લઈ તમારા ગરીબ લોકોમાં વહેંચી દેવામાં આવે? અર્થાત્ ઝકાત આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, ઝિમામે ઇસ્લામ કબૂલ કર્યો, અને તેણે આપ ﷺ ને કહ્યું કે તે પોતાની કોમને પણ આ વાતોની દઅવત આપશે (અર્થાત્ તે તેનો પ્રચાર કરીશ) પછી તેણે પોતાનો પરિચય કરાવ્યો કે હું ઝિમામ બિન ષઅલબા છું, બનૂ સઇદ બિન બકરના ખાનદાન માંથી છું.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આપ ﷺ ની વિનમ્રતા, કે કોઈ વ્યક્તિ આપ ﷺ ને આપના સહાબા વચ્ચે (સાદગીના કારણે) ઓળખી ન હતો શકતો.
  2. આપ ﷺ નું ઉત્તમ ચરિત્ર, અને આપનો જવાબ આપવાનો શ્રેષ્ઠ તરીકો, અને એ કે ઉત્તમ તરીકાથી જવાબ આપવો તે દઅવત કબૂલ કરવાના કારણો માંથી છે.
  3. કોઈ વ્યક્તિના સ્પષ્ટ ગુણો કોઈની સામે કહી શકાય છે, જેવું કે સફેદ અથવા લાલ વ્યક્તિ અથવા લાંબો અથવા ટૂંકો માણસ, વગેરે, શરત એ કે તેની ખામી વર્ણન કરવાનો હેતુ ન હોય તેમજ તે નાપસંદ કરતો ન હોય.
  4. જરૂરતના સમયે કાફિર મસ્જિદમાં દાખલ થઈ શકે છે.
  5. આ હદીષમાં હજનું વર્ણન નથી એટલે માટે કે તે સમયે હજુ હજ ફર્ઝ થઈ ન હતી.
  6. લોકોના ઇસ્લામ કબૂલ કરવાના પ્રત્યે સહાબાઓની ઉત્સુકતા; જેવું તેણે ઇસ્લામ કબૂલ કર્યું, પોતાની કોમને દઅવત આપવા માટે ઉત્સુકતા બતાવી.
વધુ