عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى»، قَالُوا: يَا رَسُولَ اللهِ، وَمَنْ يَأْبَى؟ قَالَ: «مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ، وَمَنْ عَصَانِي فَقَدْ أَبَى».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 7280]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું:
«મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! કોણે તમારો ઇન્કાર કર્યો? તો કહ્યું: «જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેણે મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 7280]
આપ ﷺએ જણાવ્યું કે મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં દાખલ થશે, ફક્ત તે દાખલ નહીં થાય જેણે મારો ઇન્કાર કર્યો હશે!
તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કોણ છે ઇન્કાર કરવાવાળો?!
નબી ﷺ એ જવાબ આપ્યો: જેણે નબી ﷺ નું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે, હવે જે વ્યક્તિ આપ ﷺ ની અવજ્ઞા કરશે અને શરીઅત પ્રમાણે અમલ નહીં કરે, તો તેના ખરાબ અમલના કારણે તેણે જન્નતમાં જવા માટે ઇન્કાર કર્યો.