عَنْ أَبِي بَرْزَةَ الأَسْلَمِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ القِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ عُمُرِهِ فِيمَا أَفْنَاهُ، وَعَنْ عِلْمِهِ فِيمَ فَعَلَ، وَعَنْ مَالِهِ مِنْ أَيْنَ اكْتَسَبَهُ وَفِيمَ أَنْفَقَهُ، وَعَنْ جِسْمِهِ فِيمَ أَبْلَاهُ».

[صحيح] - [رواه الترمذي]
المزيــد ...

અબુ બરઝહ અલ્ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું:
«કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ જન્નત અથવા જહન્નમ તરફ આગળ નહીં વધે જ્યાં સુધી તેને અગત્યના સવાલો બાબતે પૂછવામાં ન આવે:
પહેલો સવાલ: તેના જીવન વિશે કે તેણે તેને ક્યાં ખતમ કર્યું?
બીજો સવાલ: તેના ઇલ્મ વિશે, શું તેણે અલ્લાહ માટે પ્રાપ્ત કર્યું? શું તેણે તેના મુજબ અમલ કર્યો? અને તેણે તેને જરૂરતમંદ સુધી પહોચાડ્યું કે નહીં?
ત્રીજો સવાલ: માલ વિશે સવાલ કરવામાં આવશે કે માલ ક્યાંથી કમાવ્યો, શું તે હલાલ તરીકાથી કે હરામ તરીકાથી? અને તેણે તેને ક્યાં ખર્ચ કર્યો, અલ્લાહને ખુશ કરી દે તેવી જગ્યા પર અથવા નારાજ કરે તેવી જગ્યાએ?
ચોથો સવાલ: તેના શરીર, તેની તાકાત, તેની આફિયત અને તેની યુવાનીનો સમય ક્યાં ખપાવ્યો?

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં અલ્લાહ તઆલાને ખુશ કરી દે તે રીતે જીવન પસાર કરવા પર તાકીદ કરવામાં આવી છે.
  2. અલ્લાહ તઆલાએ બંદાઓને અગણિત નેઅમતો આપી છે અને તેને દરેક નેઅમતો વિશે નજીકમાં જ સવાલ કરશે, એટલા માટે જરૂરી છે કે તે નેઅમતોને અલ્લાહને ખુશ કરવામાં ઉપયોગ કરવી જોઈએ.
વધુ