عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ يَوْمَ خَيْبَرَ:
«لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ رَجُلًا يُحِبُّ اللهَ وَرَسُولَهُ، يَفْتَحُ اللهُ عَلَى يَدَيْهِ» قَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: مَا أَحْبَبْتُ الْإِمَارَةَ إِلَّا يَوْمَئِذٍ، قَالَ فَتَسَاوَرْتُ لَهَا رَجَاءَ أَنْ أُدْعَى لَهَا، قَالَ فَدَعَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ، فَأَعْطَاهُ إِيَّاهَا، وَقَالَ: «امْشِ، وَلَا تَلْتَفِتْ، حَتَّى يَفْتَحَ اللهُ عَلَيْكَ» قَالَ فَسَارَ عَلِيٌّ شَيْئًا ثُمَّ وَقَفَ وَلَمْ يَلْتَفِتْ، فَصَرَخَ: يَا رَسُولَ اللهِ، عَلَى مَاذَا أُقَاتِلُ النَّاسَ؟ قَالَ: «قَاتِلْهُمْ حَتَّى يَشْهَدُوا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَإِذَا فَعَلُوا ذَلِكَ فَقَدْ مَنَعُوا مِنْكَ دِمَاءَهُمْ وَأَمْوَالَهُمْ، إِلَّا بِحَقِّهَا وَحِسَابُهُمْ عَلَى اللهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2405]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે», ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે એક દિવસ સિવાય મેં ક્યારેય પ્રતિષ્ઠતાની ઈચ્છા નથી કરી, બસ એ આશા કરતા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી મળેલ ખુશખબરનો હકદાર હું બની જઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા, અને તેમને ઝંડો આપ્યો, અને કહ્યું: «જાઓ અને પાછળ ન જોશો અહીં સુધી કે અલ્લાહ તમને વિજય ન આપી દે», તેઓ ઝંડો લઈ આગળ વધ્યા, સહેજ આગળ જતાં જ પાછળ જોયા વગર ઉભા રહ્યા અને જોરથી કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે લડો અહીં સુધી કે તે લોકો ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જો તેઓ આ વાતનો એકરાર કરી લે તો તેઓએ તમારા તરફથી પોતાની જાન અને માલની સુરક્ષા કરી લીધી, સિવાય કોઈ હક તેમના પર હોય અને અલ્લાહ તે સૌનો હિસાબ લેશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2405]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આવતીકાલે અલ્લાહ મુસલમાનોની મદિનહની નજીક ખૈબરમાં રહેતા યહૂદીઓ વિરુદ્ધ મદદ કરશે, અને એક એવા વ્યક્તિને ઝંડો આપશે, જેના દ્વારા વિજય પ્રાપ્ત થશે, ઝંડો જેને કોઈ કોમ પોતાના પ્રતિક તરીકે ઉપયોગ કરે છે, અને તે વ્યક્તિના ગુણ જણાવતા કહ્યું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે મોહબ્બત કરતો હશે, અને અલ્લાહ અને તેનો પયગંબર પણ તેની સાથે મોહબ્બત કરતાં હશે.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું, ફક્ત તે દિવસ મારા દિલમાં આ ભવ્ય તકની ઈચ્છા થઈ; તે ખુશખબરને ધ્યાનમાં રાખતા કે તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ મોહબ્બત કરે છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઉભા થઇ થઈ જોવા લાગ્યા એ આશા કરી કે મુહમ્મદ તેમને આ તકનો મોકો આપશે, અને તેમને બોલાવશે, અને ઝંડો તેમના હાથમાં આપશે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા અને ઝંડો આપ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે લશ્કર લઈ આગળ વધે, અને ત્યાં સુધી પાછા ન આવતા જ્યાં સુધી અલ્લાહ તમને વિજય ન આપી દે,
અલી રઝી અલ્લાહુ અન્હુ આગળ વધ્યા, આગળ જઈ ઉભા રહ્યા અને પાછળ જોયા વગર જ ઉભા રહી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપેલ આદેશનો વિરોધ ન કરતા, બુલંદ અવાજે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે યુદ્ધ કરો જ્યાં સુધી તેઓ ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જ્યારે તેઓ જવાબ આપે અને ઇસ્લામનો સ્વીકાર કરી લે, તો તેમની જાન અને માલ તમારા માટે હરામ છે, સિવાય કોઈ યોગ્ય કારણસર, અર્થાત્ તેઓ કોઈ એવું કૃત્ય ન કરે, જેના કારણે ઇસ્લામમાં તેની સજા કતલ હોય, તો પછી તેમનો હિસાબ અલ્લાહ લેશે.