عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَوْ كَانَ لِابْنِ آدَمَ وَادِيَانِ مِنْ مَالٍ لَابْتَغَى وَادِيًا ثَالِثًا، وَلَا يَمْلَأُ جَوْفَ ابْنِ آدَمَ إِلَّا التُّرَابُ، وَيَتُوبُ اللهُ عَلَى مَنْ تَابَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1048]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1048]
આપ સલ્લલ્લાહુ અલૈ વસલ્લમએ કહ્યું: આદમની સંતાનને બે વાદી (ખીણ) ભરીને સોનું પણ આપવામાં આવે, તો તે લાલસા કરતા ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તે મૃત્યુ સુધી બરાબર લાલસા કરતો રહેશે અહીં સુધી કે તેનું પેટ કબરની માટી ભરી દે શે.