عَنِ الْبَرَاءِ رضي الله عنه:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ فِي الْأَنْصَارِ: «لَا يُحِبُّهُمْ إِلَّا مُؤْمِنٌ، وَلَا يُبْغِضُهُمْ إِلَّا مُنَافِقٌ، مَنْ أَحَبَّهُمْ أَحَبَّهُ اللهُ وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 75]
المزيــد ...
બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺએ અન્સાર વિશે કહ્યું: «તેમની સાથે ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તેમની સાથે ફક્ત એક મુનાફિક જ દ્વેષ રાખશે, જે તેમનાથી મોહબ્બત કરશે, તો અલ્લાહ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમનાથી દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેનાથી દ્વેષ રાખશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 75]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મદીનાના અન્સાર સાથે પ્રેમ રાખવો ઇમાનની સપૂર્ણતાની દલીલ છે, અને આ એટલા માટે કે તેઓએ સૌ પ્રથમ ઇસ્લામ અને નબી ﷺની મદદ કરી, અને તેઓએ મુસલમાનોને આશરો આપ્યો, અને તેઓએ પોતાનો માલ અને જાન અલ્લાહના માર્ગમાં કુરબાન કરી (બલિદાન આપ્યું), અને તેમની સાથે દ્વેષ રાખવો તે દંભ (નિફાક)ની નિશાની છે. ફરી નબી ﷺએ જણાવ્યું કે જે અન્સારના લોકો સાથે મોહબ્બત કરશે તો અલ્લાહ પણ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમની સાથે દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેની સાથે દ્વેષ રાખશે.