+ -

عن عائشةَ أمِّ المؤْمنِين رضي الله عنها قالت:
لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أَشَدَّ مِنْهُ تَعَاهُدًا عَلَى رَكْعَتَيِ الفَجْرِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1169]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેટલું ધ્યાન ફજરની બે નફિલ નમાઝનું રાખતા હતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝનું રાખતા ન હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1169]

સમજુતી

મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે ફજરની નમાઝ પહેલા બે સુન્નતોનું ધ્યાન રાખતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝ માટે રાખતા ન હતા.

હદીષથી મળતા ફાયદા

  1. નફિલ (સ્વેચ્છિક) નમાઝ અર્થાત્ અનિવાર્ય નમાઝ સિવાય દરેક નમાઝો, આ હદીષમાં જે અનિવાર્ય નમાઝ સાથે સુન્નતો અને નફિલ નમાઝ પઢવામાં આવે છે તેનું વર્ણન છે.
  2. સુનને રવાતિબ: ફજર પહેલા બે રકઅત, ઝોહર પહેલા ચાર રકઅત, તેમજ ઝોહર પછી બે રકઅત, મગરિબ પછી બે રકઅત અને ઇશા બાદ બે રકઅત.
  3. ફજરની સુન્નત સફર અને સ્થાનિક બન્ને સ્થિતિમાં પઢી શકાય, જ્યારે કે ઝોહર, મગરિબ અને ઇશાની સુન્નત ફક્ત સ્થાનિક સ્થિતિમાં જ પઢી શકાશે.
  4. ફજરની નમાઝ પહેલા બે રકઅત સુન્નતો પઢવી મુસ્તહબ (યોગ્ય) છે અને તેને છોડવામાં ન આવે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ