+ -

عَنْ يحيى بنِ عُمَارةَ المَازِنِيِّ قَالَ:
شَهِدْتُ عَمْرَو بْنَ أَبِي حَسَنٍ سَأَلَ عَبْدَ اللَّهِ بْنَ زَيْدٍ، عَنْ وُضُوءِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَدَعَا بِتَوْرٍ مِنْ مَاءٍ، فَتَوَضَّأَ لَهُمْ وُضُوءَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَكْفَأَ عَلَى يَدِهِ مِنَ التَّوْرِ، فَغَسَلَ يَدَيْهِ ثَلاَثًا، ثُمَّ أَدْخَلَ يَدَهُ فِي التَّوْرِ، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ، ثَلاَثَ غَرَفَاتٍ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَغَسَلَ وَجْهَهُ ثَلاَثًا، ثُمَّ غَسَلَ يَدَيْهِ مَرَّتَيْنِ إِلَى المِرْفَقَيْنِ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَمَسَحَ رَأْسَهُ، فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ مَرَّةً وَاحِدَةً، ثُمَّ غَسَلَ رِجْلَيْهِ إِلَى الكَعْبَيْنِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 186]
المزيــد ...

યહ્યા બિન ઉમારહ અલ્ માઝિની રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હું અમ્ર બિન અબૂલ્ હસન પાસે હતો, તેઓએ અબ્દુલ્લાહ બિન ઝૈદને નબી ﷺના વુઝૂ વિશે સવાલ કર્યો, તેઓએ પાણીનું એક વાસણ મગાવ્યું, અને તેમને નબી ﷺ જેવું જ વુઝૂ કરીને બતાવ્યું, સૌ પ્રથમ બંને હથેળીઓ પર પાણી નાખ્યું, અને સારી રીતે ત્રણ વખત પોતાના હાથ ધોયા, ફરી વાસણમાં પોતાનો હાથ નાખી, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને ત્રણ વખત મોઢું ધોયું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને કોળી સુધી પતોનો હાથ બે વખત ધોયો, ફરી પોતાનો હાથ વાસણમાં નાખો માથાનો મસો કર્યો, પહેલા બંને હાથને આગળથી શરૂ કરી પાછળ સુધી લઇ ગયા અને ફરી બીજી વખત પાછળથી આગળ લાવ્યા, ફરી પોતાના બંને પગ ઘૂંટી સુધી ત્રણ વખત ધોયા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 186]

સમજુતી

આ હદીષમાં અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ જેવી રીતે નબી ﷺ વુઝૂ કરતાં હતા તે પ્રમાણે જ કરીને બતાવ્યું. તો તેમણે એક પાણી ભરેલું નાનું વાસણ મગાવ્યું, સૌ પ્રથમ પોતાના હાથ હથેળી સુધી ધોતા શરૂ કર્યું, વાસણ નમાવી પાણી નાખ્યું અને ત્રણ વખત હાથ વાસણની બહાર ધોયા, ફરી પોતાનો હાથ વાસણમાં નાખી પાણી લીધું, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, પછી વાસણ નમાવ્યું અને ત્રણ વખત મોઢું ધોયું ફરી વાસણ નમાવ્યું અને પાણી લઈ બે વખત કોળી સુધી હાથ ધોયા, ફરી વાસણમાં હાથ નાખી પાણી લઈ માથાનો મસો એવી રીતે કર્યો કે માથાના આગળના ભાગથી શરૂ કર્યું અને પાછળ બોચી સુધી લઈ ગયા અને પછી જ્યાંથી શરૂ કર્યું હતું તે જ જગ્યાએ પાછા આવ્યા, પછી ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોયા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શિક્ષકનો સ્વભાવ એ જ્ઞાનને સમજવા અને તેને સંપૂર્ણ રીતે યાદ રાખવા માટે સૌથી નજીકનું માધ્યમ છે, અને તેમાં પ્રેક્ટિકલ કરીને શીખવવાનો પણ સમાવેશ થાય છે.
  2. વુઝૂમાં દરેક અંગોને ત્રણ વખત ધોવા જાઈઝ છે, કેટલીક વખત બે વખત પણ ધોઈ શકાય છે, અને એકવાર ધોવું જરૂરી છે.
  3. વઝૂના અંગો ધોતી વખતે જે તરતીબ વર્ણન કરવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખવી વાજિબ (જરૂરી) છે.
  4. ચહેરાની સીમાં લંબાઈમાં માથાના વાળ જ્યાંથી ઊગે છે ત્યાંથી હડપચી સુધીનો ભાગ, અને પહોળાઈમાં બંને કાનના વચ્ચેનો ભાગ.