عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ -أَوِ الْمُؤْمِنُ- فَغَسَلَ وَجْهَهُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ الْمَاءِ -أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ-، فَإِذَا غَسَلَ يَدَيْهِ خَرَجَ مِنْ يَدَيْهِ كُلُّ خَطِيئَةٍ كَانَ بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ -أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ-، فَإِذَا غَسَلَ رِجْلَيْهِ خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ -أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ- حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوبِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 244]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 244]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક મુસલમાન અથવા મોમિન બંદો જ્યારે વઝૂ કરતી વખતે મોઢું ધોવે છે, તો તેની આંખો વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, ત્યારેને ત્યારે જ અથવા પાણીના ટપકતાં છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે હાથ ધોવે છે તો હાથ વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, તે જ સમયે અથવા પાણીના છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે પગ ધોવે છે, તો પગ વડે કરેલા નાના ગુનાહ પગ ધોતા ધોતા અથવા પાણીના છેલ્લા ટીપાં વડે માફ કરી દે છે, અહીં સુધી કે તે જ્યારે વઝુ પૂર્ણ કરે છે, તો તે નાના ગુનાહથી પાક થઈ ગયો હોય છે.