عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6954]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી) થઈ હોય, જ્યાં સુધી તે વઝૂ ન કરી લે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6954]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સચોટ અને સ્વીકાર્ય નમાઝની શરતો માંથી એક પાકી પણ છે: નમાઝ પઢનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે વઝૂ કરીને નમાઝ પઢે જો તેનું વઝૂ ન હોય અથવા વઝૂ તૂટી ગયું હોય; પેશાબ, પાખાના અથવા ઊંઘ વગેરેના કારણે.