+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قَالَ اللَّهُ: كُلُّ عَمَلِ ابْنِ آدَمَ لَهُ، إِلَّا الصِّيَامَ، فَإِنَّهُ لِي وَأَنَا أَجْزِي بِهِ، وَالصِّيَامُ جُنَّةٌ، وَإِذَا كَانَ يَوْمُ صَوْمِ أَحَدِكُمْ فَلاَ يَرْفُثْ وَلاَ يَصْخَبْ، فَإِنْ سَابَّهُ أَحَدٌ أَوْ قَاتَلَهُ، فَلْيَقُلْ إِنِّي امْرُؤٌ صَائِمٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ، لَخُلُوفُ فَمِ الصَّائِمِ أَطْيَبُ عِنْدَ اللَّهِ مِنْ رِيحِ المِسْكِ، لِلصَّائِمِ فَرْحَتَانِ يَفْرَحُهُمَا: إِذَا أَفْطَرَ فَرِحَ، وَإِذَا لَقِيَ رَبَّهُ فَرِحَ بِصَوْمِهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1904]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ, રોઝો ઢાલ છે, જ્યારે તમારા માંથી કોઈ રોઝો રાખે તો કોઈ વ્યર્થ કાર્ય ન કરે અને ન તો બુમો પાડે, જ્યારે કોઈ તેને ગાળો બોલે અથવા તેની સાથે કોઈ ઝઘડો કરે તો તેને કહી દે કે હું રોઝેદાર છું, કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રાણ છે, અલ્લાહ પાસે રોઝેદારના મોઢા માંથી આવતી સુગંધ કસ્તુરીની સુગંધ કરતા પણ વધુ પ્રિય છે, રોજદાર માટે બે ખુશી ની જગ્યા છે: એક તો જ્યારે તે ઇફતારી કરે, ત્યારે ઇફતારી કરવાના કારણે તેની ખુશી અને બીજી ખુશી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકત કરશે તો (પોતાના રોઝાનો સવાબ જોઈ) ખુશ થઈ જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1904]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું:
અલ્લાહ તઆલા આદમની સંતાનની દરેક નેકીનો બદલો દસથી લઈ કે સાતસો ઘણો આપે છે, સિવાય રોઝાના; એટલા માટે કે તે મારા માટે છે અને તેમાં દેખાડો નથી હોતો, અને હું જ તેનો બદલો આપીશ, માટે હું જ રોઝાના બદલાના ગણતરી અને તેના બમણા થવાની હદ જાણું છું.
પછી કહ્યું: (રોઝો ઢાલ છે) જહન્નમથી બચાવ માટે કવચ છે; કારણકે રોઝા દરેક મનેચ્છાઓથી અને ગુનાહ કરવાથી રોકે છે, જો કે જહન્નમ તો મનેચ્છાઓથી ભરેલી છે.
(જ્યારે તમારા માંથી કોઈ રોજદાર હોય તો તે વ્યર્થ કાર્ય ન કરે) અર્થાત્ સંભોગ અને ત્યાં સુધી લઈ જનારા દરેક કાર્યો તેમજ અશ્લીલ વાતો.
(અને ન તો રાડો પાડે) અર્થાત્ ઝઘડો કરી બુમો પાડવી અને ચીસો પાડવી.
(જ્યારે કોઈ તેને ગાળો આપે અથવા તો ઝઘડો કરે) રમઝાનમાં તો તેણે કહેવું જોઇએ: હું રોજેદાર છું; કદાચ તે રુકી જાય, જો તે લડાઈ કરવા પર જોર કરે તો તેને સરળતાથી દૂર કરવો જોઈએ, જે પ્રમાણે એક વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં તેની સાથે ઝઘડો કરનાર વ્યક્તિને કરતો હોય છે, સહેજ ધક્કો મારી દૂર કરવો જોઈએ.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ ખાધી કે કસમ છે તે ઝાતની, જેના હાથમાં મોહમ્મદના પ્રાણ છે, રોઝાના કારણે રોજદારના મોઢા માંથી આવતી સુગંધ અલ્લાહ પાસે મુશક (એક પ્રકારની ખુશ્બુ) કરતા પણ વધુ સુગંધિત છે, અને તે ખુશ્બુ કરતા વધુ પ્રિય છે, જે ખુશ્બુ તમારા માટે જુમ્માની નમાઝ અને ઝિક્રની મજલીસમાં મુસ્તહબ છે.
રોજદાર માટે બે ખુશીઓ છે: જ્યારે તે ઇફતારી કરે છે, ત્યારે ખુશ થાય છે કારણકે તેની ભૂખ અને તરસ ખત્મ થઈ ગઈ, અને રોઝો પૂરો થયો તેમજ તેની ઈબાદત પૂર્ણ થઈ, તેના પાલનહાર તરફથી શાંતિ અને રોઝો તેના માટે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે.
(જ્યારે તે પોતાના પાલનહારથી મુલાકાત કરશે, તો ખુશ થઈ જશે) પોતાના રોઝાનો બદલો અને સવાબ જોઈ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. રોઝાની મહત્ત્વતા એ કે રોઝો રોજદારને દુનિયાની મનેચ્છાઓથી બચાવે છે અને તેને આખિરતમાં જહન્નમના અઝાબથી બચાવશે.
  2. રોઝાના આદાબ માંથી એ કે ખરાબ વાતો અને વ્યર્થ કાર્યો છોડી દેવામાં આવે, લોકો તરફથી મળતી મુસીબતો પર સબર કરવી, તેમની તકલીફનો જવાબ સબર અને ઉપકાર વડે આપવામાં આવે.
  3. રોજદાર અને ઈબાદત કરનાર તેની ઈબાદત સંપૂર્ણ થવાથી ખુશી જાહેર કરે તો તેનાથી તેમના આખિરતના સવાબમાં કોઈ કમી કરવામાં નહીં આવે.
  4. સંપૂર્ણ ખુશી તો અલ્લાહથી મુલાકાત કરવામાં છે, જ્યારે તે પોતાના સબર કરનાર બંદાઓ અને રોજદાર બંદાઓને તેમનો સંપૂર્ણ અને અગણિત સવાબ આપશે.
  5. જરૂરત અને કોઈ કારણસર લોકો સામે ઈબાદતને જાહેર કરવી, તેને રિયાકારી નહીં ગણાય, જેમકે આ શબ્દો કહેવા કે (હું રોજદાર છું).
  6. રોજદાર તે છે, જેનો રોઝો સંપૂર્ણ થાય, તેના અંગો ગુનાહથી બચીને રહે, તેની જબાન જૂઠ અને ખરાબ વાતોથી બચીને રહે, અને પેટ ખાવાપીવાથી બચીને રહે.
  7. રોઝાની સ્થિતિમાં રાડો પાડવાથી, ઝઘડો કરવાથી અને બુમો પાડવાથી બચવાની તાકીદ, તે સિવાય રોજદારે અન્ય આદતોથી પણ બચવું જોઈએ.
  8. આ હદીષ તે હદીષો માંથી કે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદ્સી અથવા ઇલાહી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, કુરઆન જેવા લક્ષણો તેમાં નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેના વિષે પડકાર આપવામાં આવ્યો હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.