عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا لَقِيَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ، فَإِنْ حَالَتْ بَيْنَهُمَا شَجَرَةٌ أَوْ جِدَارٌ أَوْ حَجَرٌ ثُمَّ لَقِيَهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ أَيْضًا».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 5200]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 5200]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક મુસલમાનને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે તે જ્યારે પણ બીજા મુસલમાન ભાઈ સાથે મુલાકાત કરે તો તેને સલામ કરે, ભલેને તેઓ એક સાથે ચાલી રહ્યા હોય, અને ચાલતા ચાલતા રોકાઈ જાય, જેવુ કે વૃક્ષ, દિવાલ અથવા કોઈ મોટો પથ્થર, પછી જો તે બન્ને પાછા મળે તો બીજી વાર સલામ કરે.