પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો
عربي અંગ્રેજી ઉર્દુ
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ