عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَبْدَؤوا الْيَهُودَ وَلَا النَّصَارَى بِالسَّلَامِ، فَإِذَا لَقِيتُمْ أَحَدَهُمْ فِي طَرِيقٍ فَاضْطَرُّوهُ إِلَى أَضْيَقِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2167]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2167]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ કરવાથી રોક્યા છે, ભલે તેઓ ઝીમ્મી એટલે કે મુસલમાન દેશમાં આઝાદ રહેતા હોય, તેમના સિવાય કાફિરોને છોડી દો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટ કર્યું કે જો તમને તેઓ કોઈ રસ્તા વચ્ચે મળે, તો તેમને તંગ માર્ગ તરફ ચાલવા પર મજબુર કરી દો, બસ મુઅમિન માર્ગની વચ્ચે ચાલતો હોય છે અને કાફિર માર્ગના કિનારે, મુસલમાનનું કોઈ પણ સ્થિતિમાં અપમાન થવું ન જોઈએ.