عن جابر بن عبد الله رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ».
[صحيح] - [رواه البخاري من حديث جابر، ورواه مسلم من حديث حذيفة] - [صحيح البخاري: 6021]
المزيــد ...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«દરેક નેક કામ સદકો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6021]
આપ ﷺ એ જણાવ્યું કે દરેક નેક કામ જેનાથી બીજાને ફાયદો પહોંચે, તેની વાતથી, તેના અમલથી તો તે તેના માટે સદકો ગણવામાં આવશે, અને તેના માટે તેને બદલો અને સવાબ મળશે.