عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لَا تَجْعَلُوا بُيُوتَكُمْ قُبُورًا، وَلَا تَجْعَلُوا قَبْرِي عِيدًا، وَصَلُّوا عَلَيَّ؛ فَإِنَّ صَلَاتَكُمْ تَبْلُغُنِي حَيْثُ كُنْتُمْ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 2042]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:
«પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 2042]
નબી ﷺ એ ઘરોને નફિલ નમાઝોથી દૂર રહીને ઘરને કબ્રસ્તાન જેવા બનાવવાથી રોક્યા છે, જ્યાં કોઈ પણ નમાઝ પઢવામાં આવતી નથી, અને નબી ﷺ એ સતત તેમની કબરની મુલાકાત લેવાથી રોક્યા છે, કારણકે તે શિર્કનો એક માર્ગ છે, અને નબી ﷺ એ આદેશ આપ્યો કે જમીનમાં જ્યાં પણ રહીને તમે દરૂદ પઢશો, ભલેને તમે નજીક હોય કે દૂર, બન્ને રીતે એક સરખો જ મને પહોંચશે, એટલા માટે નબી ﷺ ની કબર પર વધારે જવાની જરૂરત નથી.