عن أنس بن مالك رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ أَحَبَّ أَنْ يُبْسَطَ لَهُ فِي رِزْقِهِ، وَيُنْسَأَ لَهُ فِي أَثَرِهِ، فَلْيَصِلْ رَحِمَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5986]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5986]
આ હદીષમાં નબી ﷺ સગા સંબંધીઓના સંબંધનો ખ્યાલ રાખવા પર પ્રોત્સાહન આપે છે, જેમકે તેમની મુલાકત લેવી તથા તેમની શારીરિક તેમજ આર્થિક મદદ કરવી, જેના કારણે રોજી અને ઉંમરમાં વધારો કરવામાં આવે છે.