عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ، وَإِنَّ اللَّهَ لَيُبْغِضُ الفَاحِشَ البَذِيءَ».
[صحيح] - [رواه أبو داود والترمذي] - [سنن الترمذي: 2002]
المزيــد ...
અબુદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2002]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે અમલ અને કાર્યોના ત્રાજવામાં સૌથી ભારે વસ્તુ માનવીનું સારું ચરિત્ર હશે, અને સારું ચરિત્ર જેવા કે હસતા મોઢે મુલાકાત કરવી, તકલીફ આપવાથી હાથ રોકી લેવા અને ભલાઈ ખર્ચ કરવી. અલ્લાહ તઆલા અમલ અને વાતોમાં ખરાબ વસ્તુઓને પસંદ નથી કરતો, અલ્ બઝી: અર્થાત્ જબાન વડે તકલીફ પહોંચાડવી.