عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ يَنْظُرُ اللَّهُ إِلَى مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلاَءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5783]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5783]
આ હદીષમાં નબી ﷺએ ઘમંડ કરી પોતાના કપડાં બંને ઘૂંટીઓથી નીચે લટકાવવા પર સચેત કર્યા છે, અને આમ કરવા પર સખત ચેતવણી આપવામાં આવી છે, તે એ કે કયામતના દિવસે અલ્લાહ તેની તરફ કૃપાની નજર નહીં કરે.