عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟»، قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ»، قِيلَ: أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ قَالَ: «إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ، وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2589]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય», પૂછવામાં આવ્યું કે જો તે વાત ખરેખર તેની અંદર હોય તો પણ? નબી ﷺ એ કહ્યું: «જે વાત તમે તેના વિશે કહી રહ્યા હોય અને જો તેનામાં એવું જ હોય તો તે જ ગિબત છે અને જો તેનામાં એ પ્રમાણે ન હોય તો પછી બોહતાન (આરોપ) છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2589]
આપ ﷺ એ જણાવ્યું કે ગિબત વસ્તુ હરામ છે, અને તે એ કે કોઈ ગેરહાજર મુસ્લિમ વ્યક્તિ વિશે એવી વાર્તાલાપ કરવી, જે તે પસંદ ન કરતો હોય, તેના બાળપણની કોઈ આદત વિશે વાર્તાલાપ હોય કે તેની શરીરની બનાવટ પર કોઈ વાતચીત હોય, બન્ને બરાબર છે, જેવું કે કાણો, ધોકેબાજ, જૂઠો, આ પ્રમાણેના ખરાબ લક્ષણો, ભલેને તેની અંદર આ બધા લક્ષણો હોય.
અને જો તે લક્ષણો તેનામાં ન હોય તો તે ગિબત કરતા પણ વધુ ખતરનાક છે, અને તે બોહતાન (આરોપ) જેવો ગુનોહ છે, અર્થાત્ તમે તે વસ્તુ પર આરોપ મૂકી રહ્યા છો, જે તેનામા છે જ નહીં.