عَن أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيُمْسِكْ بِيَدِهِ عَلَى فِيهِ، فَإِنَّ الشَّيْطَانَ يَدْخُلُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2995]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર
ﷺએ કહ્યું:
«તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2995]
આ હદીષમાં નબી ﷺએ આળસ અને પેટ ભરીને ખાવાવાળા અથવા અન્ય કારણસર બગાસુ ખાતી વખતે મોઢું ખોલવાવાળાને આદેશ આપ્યો; કે તે પોતાનો હાથ મોઢા પર મૂકી તેને કરે; કારણકે શૈતાન તેમાં દાખલ થઈ જાય છે, જો તેને ખુલ્લું છોડી દેવામાં આવે, હાથ મુકવાથી તે દાખલ નહીં થઈ શકે.