عن عبد الله بن مسعود رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إنَّ الرُّقَى والتَمائِمَ والتِّوَلَةَ شِرْكٌ».
[صحيح] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3883]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3883]
આપ ﷺ એ શિર્કના કાર્યો માંથી કેટલીક વસ્તુઓનું વર્ણન કર્યું; તેમાંથી:
પહેલું: દમ કરવું (જંતર-મંતર) અર્થાત્ શિર્ક પર આધારિત એવી વાતો જેને વાંચી અજ્ઞાનતાના સામેના લોકો બીમારીથી સાજા થવા માટે દમ (જાડ ફૂંક) કરતાં હતા.
બીજું: માળા અથવા તેના જેવી મોતિયો વાળી તાવીજ: જેને ખરાબ નજરથી બચાવવા માટે
બાળકો અથવા ઢોર વગેરેના શરીર પર બાંધવામાં આવે છે.
ત્રીજું: એવા જાદુઇ કાર્યો જે પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે ઉપયોગ થતો હોય છે.
આ ત્રણેય કાર્યો શિર્ક છે, એટલા માટે કે નુકસાનને દૂર કરવા માટે આ વસ્તુને કારણ બનાવી લેવામાં આવ્યા છે, અને આ કોઈ શરીઅતમાં વર્ણવેલ કારણ નથી, અને ન તો કોઈ દેખીતું કારણ છે, જેનાથી અનુભવ લેવામાં આવ્યો હોય. શરીઅતના સ્તોત્ર જેવા કે કુરઆન પઢવું, અથવા તો એવી દવાઓ જેનો અનુભવ થયો હોય, તો તે વસ્તુઓ જાઈઝ છે, આ બન્ને સ્ત્રોત છે, પરંતુ એ ભરોસો અને ઈમાન ધરાવતા કે ફાયદો પહોંચાડવાની ક્ષમતા અને નુકસાનથી બચાવવા માટેની ક્ષમતા ફક્ત અલ્લાહના હાથમાંજ છે.