હદીષનું અનુક્રમણિકા

જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં તમારો હાથ મુકો અને ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો, અને સાત વખત આ દુઆ પઢો, "અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની બુરાઇથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું
عربي અંગ્રેજી ઉર્દુ
બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)
عربي અંગ્રેજી ઉર્દુ
અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે
عربي અંગ્રેજી ઉર્દુ