عَنْ أَبِي سَعِيدٍ رَضيَ اللهُ عنه:
أَنَّ جِبْرِيلَ أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا مُحَمَّدُ اشْتَكَيْتَ؟ فَقَالَ: «نَعَمْ» قَالَ: «بِاسْمِ اللهِ أَرْقِيكَ، مِنْ كُلِّ شَيْءٍ يُؤْذِيكَ، مِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عَيْنِ حَاسِدٍ، اللهُ يَشْفِيكَ بِاسْمِ اللهِ أَرْقِيكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2186]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શુ તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», જિબ્રઇલે કહ્યું: «"બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2186]
જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શું તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હા. તો જિબ્રઇલ અલૈહિસ્ સલામએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ દુઆ દ્વારા દમ કર્યો: «"બિસ્મિલ્લાહિ" (અલ્લાહના નામથી)», અલ્લાહથી મદદ માંગતા, «"અરકીક" (હું તમારા પર દમ (રુકિય્યહ) કરું છું )», તારી શરણ ઈચ્છું છું, «"મિન કુલ્લિ શયઇન્ યુઅઝિક" (દરેક વસ્તુથી જે તમને ઈજા પહોંચાડે છે)», તે મોટી હોય કે નાની, «"મિન શર્રિ કુલ્લિ નફ્સિન્" (દરેક આત્માની દુષ્ટતાથી)» નાપાક લોકો, «"અવ્ અય્નિન્ હાસિદિન્" (દરેક ઈર્ષા કરનારની નજરથી)», જે તમારા પર પડે છે, તો અલ્લાહ «"યશ્ફીક" (તમને શિફા આપે)», દરેક પ્રકારની બીમારીઓથી અલ્લાહ તમારી રક્ષા કરે, «"બિસ્મિલ્લાહિ અરકીક" (અલ્લાહના નામથી હું તમારા પર દમ કરું છું)», પુષ્ટિ માટે બે વખત વર્ણન કર્યું, અને દુઆની શરૂઆત અને અંત પણ તેની સાથે જ કર્યો, જેથી તે વાતની પુષ્ટિ થઇ જાય કે અલ્લાહ સિવાય કોઈ ફાયદો અને નુકસાન પહોંચાડી શકતું નથી.