عن سعد بن أبي وقاص رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إِنَّ اللهَ يُحِبُّ الْعَبْدَ التَّقِيَّ الْغَنِيَّ الْخَفِيَّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2965]
المزيــد ...
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી બચતો હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2965]
આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા પોતાના કેટલાક બંદાઓ સાથે મોહબ્બત કરે છે,
તેમાંથી એક મુત્તકી (પરહેજગાર): તેને કહે છે જે અલ્લાહના આદેશોને માનવવાળો અને તેણે રોકેલા કાર્યોથી બચવા વાળો હોય.
બેનિયાઝ (જે દિલનો ધની હોય): જેણે લોકો તરફથી પોતાને બેનિયાઝ કરી લીધો હોય અને ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરતો હોય, કોઈની તરફ ધ્યાન ધરતો ન હોય.
એવી જ રીતે જે ગુમનામ રહેવા ઇચ્છતો હોય: આજીજ, પોતાના પાલનહાર માટે ઈબાદત કરનાર, તેને ફાયદો પહોંચાડનાર વસ્તુઓમાં વ્યસ્ત હોય, અને તે એમાં રસ નથી ધરાવતો કે કોઈ તેની પ્રસંશા કરે અથવા તેને નામચીન કરે.