عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَتَى الْمَرِيضَ يَدْعُو لَهُ قَالَ: «أَذْهِبِ الْبَاسَ، رَبَّ النَّاسِ، وَاشْفِ أَنْتَ الشَّافِي، لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ، شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2191]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2191]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બીમારની ખબરગીરી માટે જતા તો આ દુઆ પઢતા હતા: હે અલ્લાહ! (ખતમ કર) છુટકારો આપ (તકલીફ) બીમારીની સખતી (લોકોના પાલનહાર) સર્જનનો રબ અને તેમનો વ્યવસ્થાપક , (તું શિફા આપ) આ બીમારીથી (તું જ) તું દરેક ખામીઓથી પાક છે, (તું શિફા આપનાર છે) હું તારા પવિત્ર નામ અશ શાફી દ્વારા સવાલ કરું છું, (કોઈ શિફા નથી) આ બીમારી જે આવી છે (તારી શિફા વગર) તારી આફીયત વગર, (શિફા) સામાન્ય કોઈ બીમારી માટે માંગવામાં આવતી શિફા (ન રહે) બાકી ન રહેવી જોઈએ અને છૂટવી ન જોઈએ (સકમા) બીજી બીમારી.