+ -

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ عَادَ مَرِيضًا، لَمْ يَحْضُرْ أَجَلُهُ فَقَالَ عِنْدَهُ سَبْعَ مِرَارٍ: أَسْأَلُ اللَّهَ الْعَظِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَشْفِيَكَ، إِلَّا عَافَاهُ اللَّهُ مِنْ ذَلِكَ الْمَرَضِ».

[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 3106]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3106]

સમજુતી

આ હદીષમાં ﷺએ જણાવ્યું કે એક મુસલમાન જ્યારે બીજા બીમાર મુસલમાન ભાઈની ખબરગીરી કરવા માટે જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય અને તે બીમાર પાસે આ દુઆ પઢે: (અસ્ અલુલ્લાહલ્ અઝીમ) તેની જાત, ગુણો અને કાર્યોમાં, (રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક) આ દુઆને સાત વખત પઢે તો અલ્લાહ તેને શીફા આપશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ દુઆ વડે બીમાર વ્યક્તિ માટે દુઆ કરવી મુસ્તહબ છે, અને તેને સાત વખત પઢવામાં આવે.
  2. જેના માટે આ દુઆ કરવામાં આવી રહી છે, અલ્લાહની મરજીથી તેને શીફા પ્રાપ્ત થશે, પરંતુ શરત એ છે કે આ દુઆ સાચા દિલથી પઢવામાં આવે.
  3. આ દુઆને મોટા અવાજે અથવા ધીમા અવાજે પઢવી, બંને રીતે જાઈઝ છે, પરંતુ જો બીમાર આ દુઆ સાંભળે, તો તે શ્રેષ્ઠ છે, કારણકે તેને તેનાથી ખુશી થશે.