عَنْ سَهْلُ بْنُ سَعْدٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ يَوْمَ خَيْبَرَ:
«لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ غَدًا رَجُلًا يَفْتَحُ اللَّهُ عَلَى يَدَيْهِ، يُحِبُّ اللَّهَ وَرَسُولَهُ وَيُحِبُّهُ اللَّهُ وَرَسُولُهُ»، قَالَ: فَبَاتَ النَّاسُ يَدُوكُونَ لَيْلَتَهُمْ أَيُّهُمْ يُعْطَاهَا، فَلَمَّا أَصْبَحَ النَّاسُ غَدَوْا عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كُلُّهُمْ يَرْجُو أَنْ يُعْطَاهَا، فَقَالَ: «أَيْنَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ؟» فَقِيلَ: هُوَ يَا رَسُولَ اللَّهِ يَشْتَكِي عَيْنَيْهِ، قَالَ: «فَأَرْسِلُوا إِلَيْهِ»، فَأُتِيَ بِهِ فَبَصَقَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي عَيْنَيْهِ وَدَعَا لَهُ، فَبَرَأَ حَتَّى كَأَنْ لَمْ يَكُنْ بِهِ وَجَعٌ، فَأَعْطَاهُ الرَّايَةَ، فَقَالَ عَلِيٌّ: يَا رَسُولَ اللَّهِ، أُقَاتِلُهُمْ حَتَّى يَكُونُوا مِثْلَنَا؟ فَقَالَ: «انْفُذْ عَلَى رِسْلِكَ حَتَّى تَنْزِلَ بِسَاحَتِهِمْ، ثُمَّ ادْعُهُمْ إِلَى الإِسْلاَمِ، وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ مِنْ حَقِّ اللَّهِ فِيهِ، فَوَاللَّهِ لَأَنْ يَهْدِيَ اللَّهُ بِكَ رَجُلًا وَاحِدًا، خَيْرٌ لَكَ مِنْ أَنْ يَكُونَ لَكَ حُمْرُ النَّعَمِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4210]
المزيــد ...
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબરના દિવસે કહ્યું:
«આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ અને તેનો રસૂલ પણ તેનાથી મોહબ્બત કરે છે», રિવાયત કરનાર કહે છે કે દરેકે લોકોએ રાત એ ચિંતામાં પસાર કરી કે કાલે અલ્લાહના પયગંબર આ ધ્વજ કોને આપશે? જ્યારે સવાર પડી તો દરેક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા એ આશા રાખી કે ધ્વજ અમને મળશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલી બિન અબી તાલિબ ક્યાં છે?» કહ્યું કે હે અલ્લાહના પયગંબર! તેમની આંખોમાં કંઈક તકલીફ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તેમને મારી પાસે લાવો», જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમની આંખો પર પોતાનું થુંક લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, દુઆની બરકતથી તેઓ એવી રીતે સાજા થઈ ગયા કે તેમને કોઈ બીમારી હતી જ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ધ્વજ તેમને આપ્યો, તો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ! હું તેમની સાથે ત્યાં સુધી યુદ્ધ કરીશ જ્યાં સુધી તેઓ આપણા જેવા ન બની જાય? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «(ના પરંતુ) શાંતિથી ચાલતા રહો અહીં સુધી કે તમે તેમના મેદાનમાં પહોંચી જાઓ, ફરી તેમને ઇસ્લામ તરફ બોલાવો અને પછી તેમને જણાવો કે તેમના પર અલ્લાહના ક્યાં ક્યાં હકો અનિવાર્ય છે, અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4210]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબર ના યુદ્ધના બીજા દિવસે સહાબાઓને મુસલમાનોની મદદની સૂચના આપી, અને એ કે એક વ્યક્તિને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ધ્વજ આપાશે, તે ધ્વજ જે લશ્કર પોતાની નિશાની માટે ઉઠાવી રાખતા હોય છે, તે વ્યક્તિનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ લક્ષણ વર્ણન કર્યું કે તે અલ્લાહ અને રસૂલથી મોહબ્બત કરે છે અને અલ્લાહ તેમજ તેનો રસૂલ પણ તેનીથી મોહબ્બત કરે છે, દરેક સહાબાઓએ એ આ ભવ્ય તક પ્રાપ્ત કરવાની આશા રાખતા તેમજ ચર્ચા કરતા રાત પસાર કરી કે આ ધ્વજ કોને આપવામાં આવશે? જ્યારે સવાર પડી તો દરેક સહાબાઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા, દરેકની આશા હતી કે આ ભવ્ય તક તેમને મળે,
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પૂછ્યું કે અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ક્યાં છે?
તો કહેવામાં આવ્યું કે તે બીમાર છે, તેમની આંખમાં તકલીફ છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને બોલાવ્યા, તેઓ આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાનું પવિત્ર થુંક તેમની આખો પર લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, તો અલ્લાહએ તેમને શિફા આપી, એવી શિફા આપી કે તેમને આંખમાં કંઈ તકલીફ હતી જ નથી, ફરી તેમને ધ્વજ આપ્યો, અને તેમને નમ્રતા સાથે આગળ વધવાનો આદેશ આપ્યો, અને માર્ગદર્શન આપ્યું કે જો તમે શત્રુના કિલ્લા સુધી પહોંચી જાઓ, તો સૌ પ્રથમ તેમને ઇસ્લામ સ્વીકારવાનું આમંત્રણ આપો, અને જો તેઓ ઇસ્લામ સ્વીકારી લે તો તેમને અલ્લાહના અધિકારો વિષે જણાવો.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ને અલ્લાહ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા વિશે જણાવ્યું કે જો તમારા દ્વારા અલ્લાહ એક પણ વ્યક્તિને હિદાયત આપે, તો તે લાલ ઊંટ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે, જે અરબમાં સૌથી કિંમતી સામાન ગણવામા આવે છે.