عن عمرو بن شُعيب عن أبيه عن جدِّه قال: قال رسولُ الله صلى الله عليه وسلم:
«مُرُوا أولادكمِ بالصلاةِ وهم أبناءُ سبعِ سِنينَ، واضرِبوهم عليها وهم أبناءُ عَشرٍ، وفرِّقوا بينهم في المَضاجِعِ».

[حسن] - [رواه أبو داود]
المزيــد ...

અમ્ર બિન શુએબ તેઓ તેમના પિતા અને તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે પિતાએ તેમના બાળકોને -બાળકો તેમજ બાળકીઓ- જ્યારે તેઓ સાત વર્ષના થાય ત્યારે નમાઝ પઢવાનો આદેશ આપવો જોઈએ, અને તેમને તે કરવા માટે શું કરવાની જરૂર છે તે શીખવવું જોઈએ. જ્યારે તેઓ દસ વર્ષના થાય, ત્યારે મામલો વધી જાય છે, અને નમાઝમાં બેદરકારી બદલ તેમને મારવામાં આવે, અને તેમની પથારી અલગ કરી દેવી જોઈએ.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તરુણાવસ્થા પહેલા નાના બાળકોને દીનની બાબતો શીખવવી જોઈએ, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ નમાઝ છે.
  2. માર મારવો તે અદબ (શિસ્ત) માટે છે, ત્રાસ માટે નહીં, તેથી તેને તેની સ્થિતિના અનુરૂપ પ્રમાણે મારવો જોઈએ.
  3. શરીઅતે ઇઝ્ઝત અને સન્માનનું ખૂબ ધ્યાન આપ્યું છે અને તે દરેક રસ્તાને બંધ કરવા પર ધ્યાન આપ્યું છે, જે ભ્રષ્ટાચાર અને ફસાદ તરફ દોરી જાય છે.