عن بريدة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ الْعَهْدَ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ».
[صحيح] - [رواه الترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن النسائي: 463]
المزيــد ...
બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ નિસાઈ - 463]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મુસલમાન અને અન્ય લોકો અર્થાત્ કાફિર અને મુનાફિક વચ્ચે એક ઠોસ વચન નમાઝ છે, જે વ્યક્તિ નમાઝ છોડશે તો તેણે કુફ્ર કર્યું.