عن سالم بن أبي الجَعْدِ قال: قال رجل: ليتني صَلَّيتُ فاسترحْتُ، فكأنّهم عابُوا ذلك عليه، فقال: سمعتُ رسولَ الله صلى الله عليه وسلم يقول:
«يا بلالُ، أقِمِ الصَّلاةَ، أرِحْنا بها».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 4985]
المزيــد ...
સાલિમ બિન અબીલ્ જઅદે કહ્યું: એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તો લોકોએ તેને ઠપકો આપ્યો કે આ વ્યક્તિ તો નમાઝને તકલીફ સમજે છે, તો તેણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4985]
સહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તેની આજુબાજુ અન્ય સહાબાઓએ સાંભળ્યું તો તેને ઠપકો આપવા લાગ્યા, તો તેણે કહ્યું કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા કે આપ ﷺ બિલાલ ! રઝી અલ્લાહુ અન્હુને કહી રહ્યા હતા, હે બિલાલ ! ઉઠો અને નમાઝ માટે અઝાન અને ઈકામત કહો, જેથી કરીને અમને શાંતિ મળે, એટલા માટે કે તેમાં અલ્લાહથી આજીજી સાથે દુઆઓ અને રુહ તેમજ દિલને રાહત મળે છે.