عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ أَثْقَلَ صَلَاةٍ عَلَى الْمُنَافِقِينَ صَلَاةُ الْعِشَاءِ وَصَلَاةُ الْفَجْرِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِيهِمَا لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا، وَلَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ، ثُمَّ آمُرَ رَجُلًا فَيُصَلِّيَ بِالنَّاسِ، ثُمَّ أَنْطَلِقَ مَعِي بِرِجَالٍ مَعَهُمْ حُزَمٌ مِنْ حَطَبٍ إِلَى قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ، فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهُمْ بِالنَّارِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 651]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:
«મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 651]
નબી ﷺ નમાઝ બાબતે મુનાફિક લોકોની આળસ વિશે જણાવી રહ્યા છે, ખાસ કરીને ફજર અને ઈશાની નમાઝ બાબતે, જો તેમને મુસલમાનોની જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબનો અંદાજો આવી જાય તો તેઓ નાના બાળકની જેમ ઘૂટણના બળે ચાલીને આવવાનું થાય તો પણ તેઓ જરૂર આવતા.
... નબી ﷺ એ મજબૂત ઈરાદો કરી લીધો કે તેઓ પોતાની જગ્યા પર બીજાને નમાઝ પઢાવવા માટે ઉભા કરે અને તેઓ બહાર જઈ તેમજ એવા લોકોને પોતાની સાથે લઈ લે, જેમની પાસે લાકડીઓનો ગઠ્ઠો હોય, પછી જે લોકો જમાઅત અને નમાઝથી પાછળ રહેતા હોય તો તેમના ઘરોને આગ લગાવી દે, તે ગુનાહની ભયાનકતાના કારણે, પણ એવું ન કર્યું, કારણકે ઘરમાં સ્ત્રીઓ, બાળકો અને માસૂમ લોકો તેમજ અન્ય એવા લોકો પણ હોય છે, જેઓનો કંઈ પણ ગુનોહ નથી હોતો.