+ -

عَنْ مُصْعَبِ بْنِ سَعْدٍ قَالَ: رَأَى سَعْدٌ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ لَهُ فَضْلًا عَلَى مَنْ دُونَهُ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«هَلْ تُنْصَرُونَ وَتُرْزَقُونَ إِلَّا بِضُعَفَائِكُمْ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2896]
المزيــد ...

મુસ્અબ બિન સઅદ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સઅદ રઝી અલ્લાહુ અન્હુનો ખ્યાલ હતો કે તેમને તેમના થી નીચેના લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમને કમજોર લોકોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - An-Nasaa’i - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2896]

સમજુતી

સઅદ રઝી અલ્લાહુ અન્હુ ને પોતાની બહાદુરીના ખ્યાલ હતો કે તેમને તેમનાથી નીચેના કમજોર લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત છે! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને તો કમજોરોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે, તેમની દુઆઓ, નમાઝો અને ઇખલાસ (નિખાલસતા)ના કારણે, તેઓ વધુ પ્રમાણમાં પોતાની દુઆઓમાં નિખાલસતા, અને ઈબાદતના વિનમ્ર હોય છે; કારણકે તેમના દિલ સાંસારિક જીવનના શણગારથી મુક્ત હોય છે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં વિનમ્રતા અપનાવવા અને બીજા પ્રત્યે ઘમંડ જેવા કૃત્યોથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  2. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ખરેખર બહાદુર વ્યક્તિ પોતાની બહાદુરીના કારણે શ્રેષ્ઠ છે, અને કમજોર વ્યક્તિ પોતાની દુઆઓ અને ઇખલાસના કારણે શ્રેષ્ઠ છે.
  3. આ હદીષમાં ગરીબો સાથે સારો વ્યવહાર કરવા, તેમના અધિકારો પૂરા પાડવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે; કારણકે તે તમારા માટે અલ્લાહની કૃપા અને મદદ પ્રાપ્ત કરવાનો સ્ત્રોત છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ