عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
كُنَّا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذْ سَمِعَ وَجْبَةً، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «تَدْرُونَ مَا هَذَا؟» قَالَ: قُلْنَا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «هَذَا حَجَرٌ رُمِيَ بِهِ فِي النَّارِ مُنْذُ سَبْعِينَ خَرِيفًا، فَهُوَ يَهْوِي فِي النَّارِ الْآنَ حَتَّى انْتَهَى إِلَى قَعْرِهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2844]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા કે અચાનક એક અવાજ સંભળાયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે જાણો છો કે આ શાનો અવાજ છે?» અમે કહ્યું અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2844]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ભયાનક અવાજ સાંભળ્યો, જેવું કે કોઈ વસ્તુ નીચે જોરથી પડી રહી હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠેલા સહાબાઓને આ અવાજ વિશે સવાલ કર્યો, તેઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે.
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ ભયાનક અવાજ જે તમે સાંભળ્યો, તે એક પથ્થરનો અવાજ છે, જે આજથી સિત્તેર વર્ષ પહેલાં જહન્નમમાં નાખવામાં આવ્યો હતો, હમણાં તે જહન્નમની નીચે પહોંચ્યો છે, જેનો તમે અવાજ સાંભળ્યો.