عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6487]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6487]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે, કે જહન્નમને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે જે માનવીને સારી લાગે છે, જેમકે હરામ કાર્યો કરવા, અને અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ ન કરવું; બસ જે વ્યક્તિ પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરશે, તે જહન્નમમાં દાખલ થશે, જ્યારે કે જન્નતને એવી વસ્તુઓ વડે ઘેરી લેવામાં આવી છે, જે માનવીને પસંદ નથી હોતી, જેમકે સતત અલ્લાહના આદેશોનું પાલન કરતા રહેવું, હરામ કાર્યોથી બચીને રહેવું, અને તેના માર્ગમાં આવનારી પરેશાનીઓનો સામનો કરવો, જ્યારે માનવી પોતાના નફસ સાથે લડીને આ કાર્યો કરે છે તો તે જન્નતનો હકદાર બને છે.