عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ وَعَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنهما عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«مَا يُصِيبُ الْمُسْلِمَ مِنْ نَصَبٍ وَلَا وَصَبٍ وَلَا هَمٍّ وَلَا حُزْنٍ وَلَا أَذًى وَلَا غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُهَا إِلَّا كَفَّرَ اللهُ بِهَا مِنْ خَطَايَاهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5641]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5641]
આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ જણાવ્યું કે એક મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચે, જેવી કે બીમારી, ચિંતા, ગમ, મુસીબત, આફત, ડર અને તંગી અહીં સુધી કે જો તેનાપલ પગમાં કાંટો પણ વાગે તો આ દરેક તકલીફ અને મુસીબત તેના ગુનાહોના કફ્ફારો બની જાય છે.