عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَهْلِ نَجْدٍ ثَائِرُ الرَّأْسِ، نَسْمَعُ دَوِيَّ صَوْتِهِ، وَلَا نَفْقَهُ مَا يَقُولُ حَتَّى دَنَا مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِذَا هُوَ يَسْأَلُ عَنِ الْإِسْلَامِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «خَمْسُ صَلَوَاتٍ فِي الْيَوْمِ وَاللَّيْلَةِ» فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهُنَّ؟ قَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ، وَصِيَامُ شَهْرِ رَمَضَانَ»، فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهُ؟ فَقَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ»، وَذَكَرَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الزَّكَاةَ، فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهَا؟ قَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ»، قَالَ: فَأَدْبَرَ الرَّجُلُ، وَهُوَ يَقُولُ: وَاللهِ، لَا أَزِيدُ عَلَى هَذَا، وَلَا أَنْقُصُ مِنْهُ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَفْلَحَ إِنْ صَدَقَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 11]
المزيــد ...
તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું:
નજદ શહેરનો એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યો, જેના વાળ વિખરાયેલા હતા, અમે તેના અવાજની બડબડાટ સાંભળી રહ્યા હતા, પરંતુ તે શું કહે છે તેને નહતા સમજતા, તે નજીક આવ્યો, ત્યારે ખબર પડી કે તે તો ઇસ્લામ વિશે સવાલ કરી રહ્યો છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «રાત અને દિવસ દરમિયાન પાંચ વખત ની નમાઝ ફર્ઝ છે», તેણે કહ્યું: શું એ વગર કંઈ જરૂરી છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ નમાઝ પઢવા ઈચ્છો તો પઢી શકે છે, અને રમઝાનના રોઝા ફર્ઝ છે», તેણે કહ્યું: શું એ વગર કંઈ જરૂરી છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ રોઝા રાખવા ઈચ્છો તો રાખી શકે છે», ત્યારબાદ તલ્હા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને ઝકાત વિષે જણાવ્યું , તો તે કહેવા લાગ્યો કે શું એ વગર બીજો કોઈ સદકો મારા પર ફર્ઝ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ સદકા કરવા ઈચ્છો તો કરી શકે છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે તે આ શબ્દો કહેતા કહેતા પાછો ફરી ગયો કે અલ્લાહની કસમ! હું આના કરતાં ન તો વધારે અમલ કરીશ અને ન તો ઓછો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જો તે સાચો હશે તો તે સફળ થઈ ગયો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 11]
નજદ શહેરનો એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યો જેના વાળ વિખરાયેલા હતા, અને તેનો અવાજ ઊચો હતો, પરંતુ તે શું કહી રહ્યો છે, તે અમને ખબર પડતી નહતી , જ્યારે તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક આવ્યો, તો અમને ખબર પડી કે તે તો ઇસ્લામ વિશે સવાલ કરી રહ્યો છે?
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને જવાબ આપતા નમાઝથી શરૂઆત કરી, અને કહ્યું કે જાણી લો કે અલ્લાહ તઆલાએ તમારા પર દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ ફર્ઝ કરી છે.
તેણે કહ્યું: શું આ પાંચ ફર્ઝ નમાઝ સિવાય અન્ય કોઈ નમાઝ મારા પર ફર્ઝ છે?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો કે ના, હા જો તમે નફિલ નમાઝ પઢવા ઇચ્છતા હોય તો પઢી શકો છો.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: તે વસ્તુ જેને અલ્લાહ તઆલાએ તમારા પર અનિવાર્ય કરી છે તે રમઝાન મહિનાના રોઝા છે.
તે વ્યક્તિએ કહ્યું: શું રમઝાનના ફર્ઝ રોઝા સિવાય અન્ય કોઈ રોઝા મારા પર ફર્ઝ છે?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો કે ના, પરંતુ જો તમે નફિલ રોઝા રાખવા ઇચ્છતા હોય તો રાખી શકો છો.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને ઝકાત વિશે જણાવ્યું.
તો તે વ્યક્તિએ કહ્યું: શું ફર્ઝ ઝકાત સિવાય અન્ય કોઈ સદકા મારા પર ફર્ઝ છે?
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: ના, પરંતુ જો તમે નફિલ સદકા કરવા ઇચ્છતા હોય તો કરી શકો છો.
ત્યાર બાદ તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા આ ફર્ઝ કાર્યો વિશે સાંભળીને પાછળ ફરી અલ્લાહની કસમ ખાઈ કહેવા લાગ્યો કે હું ન તો આના કરતાં વધારે અમલ કરીશ અને ન તો ઓછો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ સાંભળી કહ્યું: જો આ વ્યક્તિ જેની કસમ ખાઈ રહ્યો છે, તેના પર અમલ કરશે તો તે કામયાબ લોકો માંથી બની જશે.