عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ أَعْرَابِيًّا أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: دُلَّنِي عَلَى عَمَلٍ إِذَا عَمِلْتُهُ دَخَلْتُ الجَنَّةَ، قَالَ: «تَعْبُدُ اللَّهَ لاَ تُشْرِكُ بِهِ شَيْئًا، وَتُقِيمُ الصَّلاَةَ المَكْتُوبَةَ، وَتُؤَدِّي الزَّكَاةَ المَفْرُوضَةَ، وَتَصُومُ رَمَضَانَ» قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ لاَ أَزِيدُ عَلَى هَذَا، فَلَمَّا وَلَّى قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ سَرَّهُ أَنْ يَنْظُرَ إِلَى رَجُلٍ مِنْ أَهْلِ الجَنَّةِ، فَلْيَنْظُرْ إِلَى هَذَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1397]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને કોઈ એવો અમલ જણાવો જેને હું કરતો રહું તો જન્નતમાં દાખલ થઈ જઉં, નબી ﷺએ કહ્યું: «અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, ફર્ઝ નમાઝ પઢતા રહો, ફર્ઝ ઝકાત આપતા રહો, રમઝાન મહિનાના રોઝા રાખો», તેણે કહ્યું: અલ્લાહની કસમ ! ન તો હું આ અમલ કરતા કંઈ વધારે કરીશ, જ્યારે તે પાછો જવા લાગ્યો, તો આપ ﷺએ કહ્યું: «જો કોઈ જન્નતી વ્યક્તિને જોવા ઇચ્છતા હોય તો આ વ્યક્તિને જોઈ લે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1397]
એક ગામડિયો નબી ﷺ પાસે જન્નતમાં લઇ જનાર અમલ વિશે સવાલ કરવા આવ્યો, નબી ﷺએ તેને જવાબ આપ્યો જેનાથી જન્નતમાં જવા અને જહન્નમથી છુટકારો થઈ શકે છે, તે ઇસ્લામના અરકાન પર અમલ કરવા પર શક્ય છે, તેમાંથી એક અલ્લાહની ઈબાદત કરવી અને તેની સાથે કોઈને શરીક ન કરવું. અલ્લાહએ બંદાઓ પર જરૂરી કરેલ દિવસ અને રાતમાં પાંચ વખત ની નમાઝ પઢવી. અલ્લાહએ જરૂરી કરેલ માલ માંથી ઝકાત આપવી, અને તેને તેના હકદારો સુધી પહોંચાડવી. અને રમઝાન મહિનામાં તેના સમયે રોઝા રાખવા. તે વ્યક્તિએ કહ્યું કે અલ્લાહની કસમ ! જે ફર્ઝ અમલ મેં સાંભળ્યા તેનાથી ન તો હું વધારે કરીશ અને ન તો તેમાંથી કંઈ પણ ઓછું કરીશ. જ્યારે તે પાછો ફરવા લાગ્યો તો નબી ﷺએ કહ્યું: જે વ્યક્તિ કોઈ જન્નતી વ્યક્તિને જોવા ઇચ્છતો હોય તો તે આ ગામડિયા વ્યક્તિને જોઈ લે.