عن سهل بن سعد رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ يَضْمَنْ لِي مَا بَيْنَ لَحْيَيْهِ وَمَا بَيْنَ رِجْلَيْهِ أَضْمَنْ لَهُ الْجَنَّةَ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6474]
المزيــد ...
સહલ બિન રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કહ્યું:
«જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6474]
આ હદીષમાં નબી ﷺ એ બે વાતો વિશે જણાવ્યું કે જેનું ધ્યાન રાખનાર જન્નતમાં દાખલ થશે,
પહેલું: જબાનને એવા શબ્દોથી સુરક્ષિત રાખવી જેનાથી અલ્લાહ નારાજ થાય છે,
બીજું: ગુપ્તાંગને વ્યભિચારથી સુરક્ષિત રાખવું;
કારણકે શરીરના આ બંને ભાગના કારણે જ વધુ ગુનાહ થતા હોઈ છે.