عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
كُنْتُ أَغْتَسِلُ أَنَا وَالنَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ كِلاَنَا جُنُبٌ، وَكَانَ يَأْمُرُنِي، فَأَتَّزِرُ، فَيُبَاشِرُنِي وَأَنَا حَائِضٌ، وَكَانَ يُخْرِجُ رَأْسَهُ إِلَيَّ وَهُوَ مُعْتَكِفٌ فَأَغْسِلُهُ وَأَنَا حَائِضٌ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 299]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા, અને મારી સાથે ભેગા થઈ જતા જ્યારે કે મારા માસિક દિવસો ચાલતા હતા, અને આપ ﷺ જ્યારે એઅતકાફમાં હોતા તો આપ પોતાનું માથું બહાર તરફ કરતા, અને હું માસિકની સ્થિતિમાં હોવા છતાંય, આપનું માથું ધોતી હતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 299]
ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા આપ ﷺ સાથેની ખાસ સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, તેમાંથી: અમે બન્ને જનાબતની સ્થિતિમાં એક જ વાસણ માંથી સ્નાન કરતા હતા, અને એક સાથે એક જ વાસણ માંથી પાણી લેતા હતા. અને જો આપ ﷺ માસિકના દિવસોમાં સંભોગ કરવા ઇચ્છતા તો પહેલા આદેશ આપતા કે નાભિથી લઈ કે ઘૂંટણ સુધી પોતાના કપડાંના બાંધી દે અને પછી જિમાઅ (સમાગમ) સિવાય ભેગા થતા હતા. અને આપ ﷺમસ્જિદમાં એઅતકાફ દરમિયાન પોતાનું માથું આયશા રઝી અલ્લાહુ અન્હા તરફ બહાર કરતા, અને આયશા રઝી અલ્લાહુ અન્હા માથું ધોતી હતી, જ્યારે કે તેઓ હૈઝ (માસિક)ની સ્થિતિમાં હોતા.