عَنْ أَنَسٍ رضي الله عنه:
أَنَّ نَفَرًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَأَلُوا أَزْوَاجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ عَمَلِهِ فِي السِّرِّ؟ فَقَالَ بَعْضُهُمْ: لَا أَتَزَوَّجُ النِّسَاءَ، وَقَالَ بَعْضُهُمْ: لَا آكُلُ اللَّحْمَ، وَقَالَ بَعْضُهُمْ: لَا أَنَامُ عَلَى فِرَاشٍ، فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ، فَقَالَ: «مَا بَالُ أَقْوَامٍ قَالُوا كَذَا وَكَذَا؟ لَكِنِّي أُصَلِّي وَأَنَامُ، وَأَصُومُ وَأُفْطِرُ، وَأَتَزَوَّجُ النِّسَاءَ، فَمَنْ رَغِبَ عَنْ سُنَّتِي فَلَيْسَ مِنِّي».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1401]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની
કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી
ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1401]
સહાબા માંથી કેટલાક લોકો નબી ﷺની પત્નીઓ પાસે આવ્યા અને તેમની ઘરમાં ઈબાદત કરવાના તરીકા વિષે સવાલ કરવા લાગ્યા, બસ જ્યારે તેમણે જણાવ્યું, જેવુ તેમણે કહ્યું હતું, તો કહેવા લાગ્યા: અમારી નબી ﷺ સાથે સરખામણી કેમની? ખરેખર તેમના આગળના અને પાછલા દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, બસ જે વ્યક્તિ પોતાની માફી વિષે ન જાણતો હોય તો તેણે ખૂબ જ ઈબાદત કરવી જોઈએ જેથી તે માફી પ્રાપ્ત કરી લે. ફરી તેમનાથી કેટલાક લોકો કહેવા લાગ્યા: હું સ્ત્રીઓ સાથે શાદી નહીં કરું. અને અન્ય લોકો કહેવા લાગ્યા: હું મટન નહીં ખાઉં. અને કેટલાક લોકો કહેવા લાગ્યા: હું ગાદલાં પર નહીં સૂઈ જાઉં. બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી, તો સખત ગુસ્સે થયા, અને લોકોને ખુતબો આપ્યો, અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: લોકોને શું થઈ ગયું છે કે આમ આમ કહે છે? અલ્લાહની કસમ તમાર કરતાં વધુ અલ્લાહથી ડરવાવાળો અને તકવો રાખનાર હું છું, પરંતુ હું આરામ કરું છું જેથી નમાઝ માટે મને શક્તિ મળે, હું રોઝા પણ છોડું છું જેથી મને બીજા દિવસે રોઝો રાખવાની શક્તિ મળે, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જે મારા માર્ગથી ફરી જશે અને બીજા માર્ગ તરફ જશે, અને અન્ય માર્ગ અપનાવશે તો તેનો મારી સાથે કોઈ સંબંધ નથી.