عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْجِبُهُ التَّيَمُّنُ، فِي تَنَعُّلِهِ، وَتَرَجُّلِهِ، وَطُهُورِهِ، وَفِي شَأْنِهِ كُلِّهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 168]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 168]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના સન્માનીય કાર્યોમાં જમણી બાજુથી શરૂ કરવાને પસંદ કરતાં હતાં. તેમાંથી: ચપ્પલ પહેરવા માટે જમણા પગથી શરૂ કરતાં, પોતાના માથા અને દાઢીમાં કાંસકો કરતી વખતે તેમજ તેલ લગાવતી વખતે જમણી બાજુથી શરૂ કરતાં, વઝૂ કરતી વખતે પણ બન્ને હાથ અને પગ ધોવામાં જમણી બાજુથી શરૂ કરતાં હતા.