عَنِ الْبَرَاءِ رَضيَ اللهُ عنه قَالَ:
مَا رَأَيْتُ مِنْ ذِي لِمَّةٍ أَحْسَنَ فِي حُلَّةٍ حَمْرَاءَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، شَعْرُهُ يَضْرِبُ مَنْكِبَيْهِ، بَعِيدَ مَا بَيْنَ الْمَنْكِبَيْنِ، لَيْسَ بِالطَّوِيلِ وَلَا بِالْقَصِيرِ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2337]
المزيــد ...
બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વાળ ખભાને સ્પર્શી રહ્યા હતા, બંને ખભા વચ્ચે અંતર હતું, આપ વધારે ન તો લાંબા હતા અને ન તો ટૂંકા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2337]
આ હદીષમાં બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે કે મેં ક્યારેય એવા વ્યક્તિને જેવા વાળ લાંભા હોય અને ખભા સુધી પહોંચી રહ્યા હોય અને જેણે કાળી ઈજાર અને લાલ રંગની ધારીઓ વાળી ચાદર પહેરી હોય, અને તે અલાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા વધુ સુંદર હોય, તેમના શરીરની સુંદરતા એ હતી કે તેમના બંને ખભા વચ્ચેનો ભાગ પહોળો હતો, છાતીપહોળી અને મધ્યમ ઊંચાઈ હતી, ન તો વધારે ન તો ટૂંકી.