+ -

عَنْ أَبِي بُرْدَةَ الْأَنْصَارِيِّ رَضيَ اللهُ عنهُ أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لَا يُجْلَدُ أَحَدٌ فَوْقَ عَشَرَةِ أَسْوَاطٍ إِلَّا فِي حَدٍّ مِنْ حُدُودِ اللهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1708]
المزيــد ...

અબૂ બુરદહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહએ નક્કી કરેલ હદ સિવાય અન્ય કોઈ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા (ચાબુક) ન મારવા જોઈએ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1708]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હુદૂદ વગર અન્ય કોઈ પણ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા મારવાથી રોક્યા છે, આ હદીષનો અર્થ એ નથી કે અલ્લાહએ અને તેના રસૂલે નક્કી કરેલ હદ, જે ખાસ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે, આ હદીષનો અર્થ શિસ્તતા શીખવાડવા માટે મારવામાં આવતા ચાબુક અથવા કોરડા, જેવું કે બાળકો અને પત્નીને ક્યારેક શીખ માટે મારવામાં આવતા હોય છે.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહની હદ એ જ છે જે તેણે આદેશ આપ્યો છે, અથવા જે કાર્યોથી તેણે રોક્યા હોય, તેમની સજા નક્કી છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, અથવા તો જે શાસક પદ પર હશે તે અમુક કારણસર હિકમતથી લાગુ પાડી શકે છે.
  2. શિષ્ટતા શીખવાડવા માટે સરળ ઉપાય અપનાવવો જોઈએ, જો જરૂર હોય તો દસ કરતા વધારે કોરડા ન મારવા જોઈએ, શ્રેષ્ઠ તો એ જ છે કે માર્યા વગર જ તેને શીખવાડવામાં આવે, પરંતુ તેમને શિક્ષા, માર્ગદર્શન, શોખ વડે શીખવાડવામાં આવે, કારણકે આ બધા સ્ત્રોત શિક્ષા માટે ઘણા ફાયદાકારક સાબિત થતા હોય છે, અન્યથા પરિણામ અલગ મળશે, જે શ્રેષ્ઠ હોય તે કરવું જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ