عَنْ عُمَرَ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ لَبِسَ الحَرِيرَ فِي الدُّنْيَا لَمْ يَلْبَسْهُ فِي الآخِرَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5834]
المزيــد ...
ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5834]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પુરુષો માંથી જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે, તો આખિરતમાં તેને રેશમી પોશાક પહેરાવવામાં નહીં આવે જ્યાં સુધી તે તૌબા ન કરી લે.