عَن عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِي لَيْلَى أَنَّهُمْ كَانُوا عِنْدَ حُذَيْفَةَ، فَاسْتَسْقَى فَسَقَاهُ مَجُوسِيٌّ، فَلَمَّا وَضَعَ القَدَحَ فِي يَدِهِ رَمَاهُ بِهِ، وَقَالَ: لَوْلاَ أَنِّي نَهَيْتُهُ غَيْرَ مَرَّةٍ وَلاَ مَرَّتَيْنِ -كَأَنَّهُ يَقُولُ: لَمْ أَفْعَلْ هَذَا-، وَلَكِنِّي سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لاَ تَلْبَسُوا الحَرِيرَ وَلاَ الدِّيبَاجَ، وَلاَ تَشْرَبُوا فِي آنِيَةِ الذَّهَبِ وَالفِضَّةِ، وَلاَ تَأْكُلُوا فِي صِحَافِهَا، فَإِنَّهَا لَهُمْ فِي الدُّنْيَا وَلَنَا فِي الآخِرَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5426]
المزيــد ...
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે તેઓ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાસે હતા, તે જ સમયે તેમણે પીવા માટે પાણી માંગ્યું, તો એક મજૂસીએ તેમને (ચાંદીના વાસણમાં) પાણી લાવી આપ્યું, જ્યારે તેણે ગલાસ તેમના હાથમાં આપ્યો, તો તેમણે તેને ફેંકી દીધો, અને કહ્યું: જો મેં તેને વારંવાર આ વિષે કહ્યું ન હોત તો હું તેની સાથે આવો વ્યવહાર ન કરતો, પરંતુ જો મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા ન હોત:
«રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5426]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પુરુષોને રેશમ અને તે પ્રકારના કપડાં પહેરવાથી રોક્યા છે. આ હદીષમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સોના અને ચાંદીના વાસણોમાં ખાવા અને પીવાથી રોક્યા છે. અને સાથે સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પણ જણાવ્યું કે આ વસ્તુઓ મોમિનોને કયામતના દિવસે પ્રાપ્ત થશે; કારણકે તેઓ દુનિયામાં અલ્લાહન આદેશનું અનુસરણ કરતાં તેનો ઉપયોગ કરતાં નથી, જ્યારે કે તે વિરુદ્ધ કાફિરોને આ વસ્તુઓ આખિરતમાં મળશે નહીં, કારણકે તેઓ દુનિયાના જીવનમાં અલ્લાહના આદેશને છોડી આ વસ્તુઓથી ફાયદો ઉઠાવી લે છે.