+ -

عَنْ ابنِ عُمَرَ رَضيَ اللهُ عنهما عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنِ اقْتَنَى كَلْبًا إِلَّا كَلْبَ ضَارٍ أَوْ مَاشِيَةٍ نَقَصَ مِنْ عَمَلِهِ كُلَّ يَوْمٍ قِيرَاطَانِ»، قَالَ سَالِمٌ: وَكَانَ أَبُو هُرَيْرَةَ يَقُولُ: «أَوْ كَلْبَ حَرْثٍ»، وَكَانَ صَاحِبَ حَرْثٍ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1574]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે», સાલિમે કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: «અથવા ખેતરની સુરક્ષા માટે પાડવામાં આવતું કૂતરું», અને તેઓ ખેતીવાડી વાળા માણસ હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1574]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ કારણ વગર, જેવું કે શિકાર માટે, ઢોર તેમજ ખેતરની ચોકીદારી માટે, આ સિવાય કૂતરા પાડવાથી રોક્યા છે, એ વગર જો કોઈ વ્યક્તિ કૂતરું પાળશે, તો તેના અમલ માંથી દરરોજ બે કિરાત નેકીઓ ઓછી થતી જશે, અને તેનું પ્રમાણ અલ્લાહ તઆલા જ જાણે છે.

હદીષથી મળતા ફાયદા

  1. એક મુસલમાન માટે હદીષમાં વર્ણવેલ કારણ વગર કૂતરા પાળવા જાઈઝ નથી.
  2. આ હદીષમાં કૂતરા પાળવા પર રોક લગાવવામાં આવી છે; કારણકે તેના ઘણા નુકસાન અને કારણો છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ હદીષથી સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરિશ્તા તે ઘરમાં દાખલ થતા નથી જે ઘરમાં કૂતરા હોય છે, અને કૂતરા તરફથી ફેલાતી ગંદકી ખૂબ જ ખરાબ હોય છે, જે વારંવાર પાણી વડે ધોવા અને માટી વડે ધોવાથી જ ખતમ થઈ શકે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ