عَنْ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّهُ جَاءَ إِلَى الحَجَرِ الأَسْوَدِ فَقَبَّلَهُ، فَقَالَ: إِنِّي أَعْلَمُ أَنَّكَ حَجَرٌ، لاَ تَضُرُّ وَلاَ تَنْفَعُ، وَلَوْلاَ أَنِّي رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُقَبِّلُكَ مَا قَبَّلْتُكَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1597]
المزيــد ...
ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1597]
ઇમાનવાળાઓના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ હજરે અસ્વદ પાસે આવ્યા, જે ખાનએ કઅબ સાથે જોડાયેલો છે, તેને બોસો આપ્યો, બોસો આપી લીધા પછી કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.