عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها أَنَّ فَاطِمَةَ بِنْتَ أَبِي حُبَيْشٍ سَأَلَتِ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتْ:
إِنِّي أُسْتَحَاضُ فَلاَ أَطْهُرُ، أَفَأَدَعُ الصَّلاَةَ؟ فَقَالَ: «لَا، إِنَّ ذَلِكِ عِرْقٌ، وَلَكِنْ دَعِي الصَّلاَةَ قَدْرَ الأَيَّامِ الَّتِي كُنْتِ تَحِيضِينَ فِيهَا، ثُمَّ اغْتَسِلِي وَصَلِّي».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે ફાતિમા બિન્તે અબી હુબૈશ રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને સવાલ કર્યો, અને કહ્યું:
મને ઇસ્તિહાઝહનું લોહી આવે છે અને હું પાક નથી થઈ શકતી તો શું હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ કહ્યું: «ના, આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

ફાતિમા બિન્તે અબી હુબૈશ રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને સવાલ કર્યો અને કહ્યું: માસિકના સમય વગર મને સતત લોહી આવ્યા કરે છે, તો શું આ લોહીનો હુકમ પણ માસિકના લોહી જેવો જ છે, અને હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ તેણીને કહ્યું: આ તો ઇસ્તિહાઝહનું લોહી છે, આ તો એક બીમારી દ્વારા આવતું લોહી છે, ગર્ભાશયની એક રગમાં ઇન્ફેક્શનના કારણે આવતું હોય છે, આ માસિકનું લોહી નથી, જો વાત આ પ્રમાણે હોય કે તમને માસિક અને તે વગર પણ સતત લોહી આવતું જ હોય તો તમે ફક્ત માસિકના સમયે નમાઝ અને રોઝા તેમજ અન્ય ઈબાદત છોડી શકો છો; જે સમયે અન્ય માસિક વાળી સ્ત્રીઓને માસિકના સમયે જે કામો અને ઈબાદતોથી રોકવામાં આવ્યા છે પછી જ્યારે માસિકનો નક્કી સમયગાળો પૂર્ણ થાય તો તમે તેનાથી પાક થઈ જાઓ તમે લોહીની જગ્યાને સારી રીતે સાફ કરી દો, પછી સંપૂર્ણ શરીરને ગંદકીથી પાક કરી ધોવો, ફરી નમાઝ પઢો.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જ્યારે સ્ત્રીનો માસિકનો સમય પૂર્ણ થઈ જાય તો તેણી માટે ગુસલ કરવું જરૂરી છે.
  2. જેને ઇસ્તિહાઝહનું લોહી આવતું હોય તેના માટે નમાઝ જરૂરી છે.
  3. હૈઝ: પ્રાકૃતિક લોહી છે, જે ગર્ભાશય માંથી પુખ્તવય સ્ત્રીઓને યોનીના રસ્તે નીકળે છે અને તેનો એક નક્કી સમય હોય છે.
  4. ઇસ્તિહાઝહ: ગર્ભાશયની નીચેથી અનિયમિત લોહીનું નીકળવું.
  5. માસિકના લોહી અને ઇસ્તિહાઝહના લોહી વચ્ચે તફાવત: માસિકનું લોહી કાળું, જાડું અને દુર્ગધવાળું હોય છે, જ્યારે કે ઇસ્તિહાઝહનું લોહી, લાલ, પાતળું અને તેમાંથી દુર્ગધ આવતી નથી.